Saturday, 31 January 2009

પ્રાર્થના

પ્રાર્થનાં - પૂજા - અર્ચનાં બધું વ્યર્થ થૈ જાય છે , કારણ કે આપણું ભિખારી મન પીછો નથી છોડતું . પ્રાર્થનાં માં માંગવા નો અર્થ છે બિજ તો વાવ્યું પણ ઝેર સીંચી દિધું , બધુ ઉલ્ટુ કરી નાખ્યું .યાચક થૈ ને પ્રાર્થના કરવી એના કરતા તો બહેતર છે કે પ્રાર્થનાં ના કરવી , ઓછામાં ઓછું બિજ તો બચિ જશે . તો વિષાકત નહિ થાય ને, બિજ મા વ્રુક્ષ ની સંભાવનાં રહેલી છે ,તે બચી જશે તો પણ જીવન ની શક્યતાઓ રહી જવા પામશે . નહિતર નહી.


તે દિવસે પ્રાર્થનાં કરવી કે જે દિવસે અહોભાવ થી પ્રાર્થના - અર્ચનાં - કે પૂજા થાય જે દિવસે અહોભાવ મન માં પ્રગટ થાય , કે આટલું આપ્યુ છે , માંગ્યા વગર આપ્યુ છે ,અકારણ આપ્યુ છે ,મુજ અપાત્ર ને મુર્ખ ને મુઢ જાણવા છતાં પણ આપ્યુ છે , યોગ્યતાં નથી છતાં પણ મારીપર વર્ષા કરી છે . જીવન આપ્યુ છે, પ્રેમ આપ્યો છે, આનંદ આપ્યો છે , આનંદ ની ક્ષમતાં આપી છે , સંવેદનાં આપી છે,સૌંદર્ય આપ્યું છે આટલું બધું વિનાં માંગ્યે તો આપ્યુ છે તો હે મારા પ્રભુ તુ ધન્ય છે તુ કરુણાવતાર છે ક્રુપાનિધાન છે, દાતાર છે

એના માટે ધન્યવાદ આપવાં જોઇયે .. એનુ નામ પ્રાર્થનાં

હરિ

આંતર જ્યોત જગાવવા ના પ્રયત્નો માં ,,,,,,,,,,,,,,,,,,,

આપણા અસ્તિત્વ નો બહુ મોટો અંશ પરંપરા, ગાતાનું ગતીક્તા, વિચાર હીનતા, કુપમંડુકતા અને વ્યસનો ને કરણે બહેર મારી ગયો છે . આપણે અડધુ પડધું જીવિએ છિએ, અડધું વિચારી એ છિએ, અડધું જમિએ છિએ ,અડધું, સુઇ એ છિએ, આપાણું જીવન અડધું જ રહી જાય છે , કારણ કે આપણે કોઇ કામ ૧૦૦ ટકા નથી કરતા.અડધુ વિચારિ ને કામ કરીએ છિએ જે અડધું રહિ જાય છે , જમતા જમતા ફોન કરિએ છિએ કે ટીવિ ના રિમોટ થિ ચેનલો ફેરવી એ છિએ , કાં તો છાપા ના પાનાં ઊથલાવિએ છિએ , સુવા ટાણે પણ સવાર ના કે કોઇ ક ના વિચિત્ર વિચારો કરિએ છિએ જે આપણિ ઊઘ ને ઊઘ નથિ રહેવા દેતા.આપણે ક્યારેય સહજ રીતે રહેવા નો પ્રયત્ન પણ શુધ્ધા નથી કરતાં , ને એક બિજાને જોઇ ને દેખાવ કરવા કે એના જેવું કરવા મથી એ છિએ મૌલિકતા નામ નિ વસ્તુ શુધ્ધા આપણિ અંદર રહેવા પામી નથી .આપણે સોમ થી શુક્ર સમય ના કાંટા સાથે ફરિએ છિએ અને કેવળ રવિવારે જીવવા મથીએ છિએ અને આખા અઠવાડિયા ના જાણે બચાવેલા કલાકો રવિવારે આનંદ પાંમવા માટે અલાયદા રખિએ છિએ . અને વાટ જોઇએ છિએ કે ક્યાક થી કોઇ આવે અને મારે માટે આનંદ લાવે ..સુખ લાવે . સમ્રુધ્ધિ નો સુર્ય ઉગાવે , પરંતુ આપણે આપણા અંતર માં કયારેય ડોકિયું કરતા નથિ .આમ તો બહાર ના ઘણા પ્રકાશ મા જીવીએ છિએ પરંતુ અંતર માં રહેલા સુર્ય ની આપણે ક્યા પરવા કરિએ છિએ ..


આંતર જ્યોત જગાવવા ના પ્રયત્નો માં ,,,,,,,,,,,,,,,,,,,

કોણ બચ્યુ છે અંત થી !!!

એમ એ તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સુજન સપુત ખાનદાન હોય.
કર્નલ કપ્તાન હોય જત્રલ જુવાન હોય, ફોજ કી કમાન હોય તોરન તુફાન કા.
ઐસે ઇજનેર હોય માપગિરિ મેર હોય , કલા બોતેર હોય વકેફ કુરાન કા.
સુખદ સ્વભાવ હોય દિલદરીયાવ હોય, લેકિન પિંગલ બચાવ અંત બને નહિ પ્રાણ કા..

Friday, 30 January 2009

NRI

દરેક ખુશી છે અહિ NRI લોકો પાસે
પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા
જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડાં નો અહેસાસ છે
પણ મા ની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબઈલ મા છે પણ
મિત્રતા માટે સમય નથી
પારકા ની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી

આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા મટે સમય નથી
દિલ ગમો થી ભરેલું
પણ રોવા માટે સમય નથી

પૈસા ની દોડ મા એવા દોડ્યા
કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનો ની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપના ની કદર નથી

તુ કહે મને
શુ થશે જિંદગી નુ
દરેક પળે મરવા વાળા ને
જિવવા માટે પણ સમય નથી ..

ઝંખના રહ્યા કરે છે.

હવે ક્યા કુકડાઓ બોલે ને વળિ સવાર પડે છે , કે ઝાલર વાગે ને સવાર પડે છે હવે તો છાપા ના બારણે અથડાવાથી અને ટ્રેઇન ની વ્હિસલ સાથે કે પછી મિલ ના ભુંગળા વાગવાનો અવાજ ને રાત પાળી ના સ્ટાફ ના છુટવા સાથે સવાર પડે છે ને અહી તો લંડન મા વળી વાતાવરણના આજ ના આહેવાલ સાથે સાથે કોફિ કે દુધ ને વળી કોર્ન ફલેક કે બ્રેડ બટર સાથે સવાર પડે છે પણ ,એ પહેલા જેવિ મજા હવે ક્યા રહિ છે, જીવન હવે ઘડિયાળ ના કાંટા માફક ફરતુ થૈઇ ગ્યુ છે , , રંજ તો માત્ર એ જ છે કે જીવન માત્ર શ્વસન ને ધબકારા મા રહીને સમય ના કાંટા સાથે ફરી ને વહી જાય છે , અનુભવ જન્ય એવિ કોઇ ચીજ કાઇ વિષેશ વધતી જણાતી નથી.
રોજ એના એ જ સવાલ સાથે દિવસ વિતે છે અને રાત નો સુરજ જવાબ લિધા વગર જ્જ આથમી જાય છે ,રાહ જોવાથી પણ કાઇ થોડુ થવાનુ છે નિર્ણય તો આપણે જ કરવા નો છે ને ,અને મન પણ જયા હોઇ એ ત્યા લાગિ જાતુ હોત તો કેવુ સારુ હતુ પરંતુ એવુ ખરેખર થતુ નથી અને જયા નથી એની ઝંખના રહ્યા કરે છે.

Thursday, 29 January 2009

વારસદાર

આ પાપ પુણ્યના વિશે કેવા અજબ વિચાર છે !
મૃત્યુ એ સ્વગૅ નકૅનું જાણે પ્રવેશદ્ધાર છે !


મૃત્યુ પછીના સુખ તણો શો કલ્પનાવિહાર છે !
જન્નત ને હૂર છે ખરાં, પણ તે જગત બહાર છે !


શ્રદ્ધા ભલે અપાર છ, શંકાય બેશુમાર છે
ઈશ્ર્વર હજી તો વિશ્ર્વમાં તર્કો અને વિચાર છે !


થાકી ગયેલ બુદ્ધિએ ઈશ્ર્વરની કલ્પના કરી
એને ગમ્યુ તે સાર બાકી બધું અસાર છે !


મારામાં જો તું વસી રહયો એ વાત સત્ય હોય તો
મારા પતનને કાજ હા, તુંયે જવાબદાર છે !


NE MATRA NE MATRA TU J MARO VARASDAR CHE !!
HE HARI HE HARI !

કબુતરો નુ ઘુ ઘુ ઘુ,,,

કબુતરો નુ ઘુ ઘુ ઘુ,,, ઉંદર ચકલા ચું ચું ચું ,,,
છ્છુંદરો નું છું છું છું ,,,ને ભ્રમરા ગુંજે ગું ગું ગું ,,

આ કુંજ્ન મા શી કક્કાવારી ,,, હવે હું કુદરત ને પુછું છું....
કે ઘુવડ સમો ઘુઘવાટા કરતો આ માનવ બોલે હું હું હું....

સમાનતા નો સાદ પડે ત્યા ઉંચુ શુ ને નીંચુ શું
લખપતી ઓ ના લાખ નફા મા સાચુ ખોટુ કડ્વું શું ...

હરિ ભજતો એક હોલો કહે છે, પિડિતો નો પર્ભુ તું,,
પરમેશ્વરતો પહેલું પુછશે તેં કોઇ નું સુખ દુખ પુછ્યુ તું.....

ને દર્દ ભરેલી આ દુનીયા માં કોઇ નું આંસુ લુછ્યુ તું,
તેદી ગેં ગેં ફેં ફેં થૈ ને કહેશે હેં હેં હેં હેં ... શું શું શું ....

આ કબુતરો નુ ઘું ઘું ઘું......

પિયાસી

Wednesday, 28 January 2009

દિવસ અને રાત વધુ ને વધુ કાળા થતા જાય છે!!!!!




અત્યાર ના મોટા ભાગ ના માણસો ને એક બાબત માં રસ છે .ઓછી મહેનતે ઝાઝાબધા પૈસા કમાઇ લેવા છેજીવવા માટે જેટલું જોઇયે એન કરતા હજાર ગણું હોય તો પણ એને સંતોષ નથી. એને ચાલવા માં રસ નથી એનેદોડવા માં રસ છે એને લડવા માં રસ નથી, મોટિ છલાંગ મારવા મા પણ રસ નથી , એને ઊડવા માં રસ છે ઊડવા માટે કાઇ પણ કરેછે .મોટા ફ્લેટ, અનેક ગાડિ , રોજ રોજ થતી પર્ટીઓ, એક એરર્પોર્ટ થી બિજાએરપોર્ટ ને બિજા થી ત્રિજા એરપોર્ટ પર, એક એવી વિચિત્ર સમજણ થી ઉછરે છે કે જ્યા સ્વાર્થ હોય ત્યા સંબંધહોય . બે સફળ માણસો નથી મળતા બે સફળ ગજવા મળે છે , મોટિ મોટી બેલેન્સ શીટો મળે છે. કેટ્લા કરોડનુ ટર્ન ઓવર છે તેના આકડાઓ મળે છે. સમય હોય કે ના હોય પણ કૈ કૈ મોટી ક્લબો ના મેમ્બર છે એના મેમ્બર્સમળે છે , માણસો મળતા નથી વ્હિસ્કિ સોડા અને ડિનર મળે છે,મોટી મોટી પાર્ટીઓ મા મુખાવટા સાથે ના દંભીઅને સ્વર્થી માણસો મળે છે . કોની કેટ્લી વગ છે અને કોની કેટ્લી પહોચ છે એવિ વાતો ના ફુવારા ઉડ્યા કરીછે.કોને બાટલિ મા ઉતરવો અને કોને બાટલી મા બંધ બેસતો કરવો એની આયોજના એકત્રિત થાય છે . આમકરતાં કરતાં સમય નો માલિક નહિ , પણ સમય નો ગુલામ ને રહિ જાય છે. એની પાસે પોતા કે પોતાનાકુટુંબ પુરતો સમય નથી હોતો.........

માત્ર ગજવાં મા હાથ અને મોઢાં મા હાય રહી જાય છે.. ,

Tuesday, 27 January 2009

ગુરુ શા માટે ?

એક ઊંટ ના બચ્ચા એ એની માતા ને પુછ્યુ કે આપડા પગ કેમ આટ્લા લાંબા છે ?
તેની માતા એ વળતા જવાબ આપતા કહ્યુ કે આપણે રણ માં ચાલવાનું હોય ને
લાંબી મુસાફરી કરવા ની હોય એટલા માંટે.
બચ્ચા એ બીજો સવાલ પુછ્યો આપણા પગ માં ગાદિ કેમ છે ?
માં એ કહ્યુ રણ માં બળબળ તી રેત પર ચાલવા નું હોય ને તે માટે
બચ્ચા એ ૩ જો સવાલ પુછ્યો આપણા પેટમા કોથળિ કેમ હોય છે ?
માં એ કહ્યુ આપણે લાંબી મુસાફરી કરવની હોય રણ માં ત્યારે તરસ ના લાગે એટ્લા માટે ?
બચ્ચા એ ફરી સવાલ પુછ્યો આપણી ડોક કેમ લામ્બી હોય છે ને હ્ઠ કેમ મોટા હોય છે ?
માં એ કહ્યુ ઊંચા ઝાડ પરથી પાંદડા ખાવા માટે ને પાણી પીવા માટે હોઠ લામ્બા હોય છે.
ત્યારે બચ્ચા એ છેલ્લો સવાલ કરતા ખુબ ઊદાસી સાથે પુછ્યુ તો આપણે આ પિંજરા મા કેમ છિએ,,,,,,,,
એ જ રીતે જેમ ઊંટ ને પોતાની સાચી ક્ષમતા નો ખ્યાલ આવ્યો ત્યારે એને અહેસાસ થયો કે હું આ પિંજરા મા શાં માટે છું. પ્રાણી તરીકી ની તેની ક્ષમતા તો પિંજરા ની બહાર નિકળવની નથી પરંતુ એક માનવિ તરીકે આપણિ ક્ષમતા ઓ આપણે ભુલી બેઠા છિએ ,,, જે આ મનુષ્ય જન્મ મળ્યો છે તેમા આપણને ચિંતન, મનન, શ્રવણ,ને નિદ્દિધયાસન કરિ ને આપણે આ મનુષ્ય જન્મ ને ક્રુતાર્થ કરી શકીએ ,, પરંતુ આ ક્ષમતા ઓ નો પહેલો અહેસાસ આપણને કોણ કરાવી શકે ,,

જે એક માત્ર વ્યક્તિ તે છે
" ગુરુ " . પરંતુ ગુરુ ને ગુરુ માન્યા પછી તેમા વ્યક્તિ ભાવ રાખવો એ પાછું ખાઇ ખોદવા જેવુ છે.

મત્ર એટલુ જ કહેવુ રહ્યુ કે મનુષ્ય માત્ર ને પોતાની ક્ષમતા નો ાઅહેસાસ કરાવે અને ધ્યેય સુધિ પહોચાડે.
એ ગુરુ

માટે કહેવુ રહ્યુ કે જીવન એ માત્ર શ્વસન બની ને ન વહી જાય કે ધબકારાઓ મા ના રહી જાય ,, એટ્લા માટે જીવન જો જીવવું જ હોય તો ગુરુ વિના જીવન શક્ય નથી ...........................

અત્યાર સુધી ના જીવન માં જો પાછળ ડોકિયું કરિ ને જોવ તો અંધકાર સિવાય કે શ્વાસો ને ધબકારા વહી ગ્યા સિવાય કાય શેષ હોય તેવુ લાગતુ નથી એ મારો સ્વાનુભવ છે..

લાગે છે હવે પછિ જીવન ની શરુઆત થાય ,,,,,,,,ને અંત મા કાઇ શેષ રહે...................................



હરિ ૐ
જય ગુરુદેવ



Sunday, 25 January 2009

સંસાર અને અધ્યાત્મ

હે વ્હાલા પ્રભુ !!!

ક્યા સુધી આમ કયા સુધી જીવન ની બે નાવ મા પગ મુકી ને તરતા રહીશું,
કાઇક ઊપાય બતાવો કાં તો એક નાવ ડુબડી દયો ,
આવી અસમંજસ ઘણા સમય થી ચાલી
હી છે,
સંસાર અને અધ્યાત્મ
નામ ની બન્ને નાવો માં એક એક પગ રાખી ને આમ ક્યા સુધી ચાલતો રહિશ.સમય ના સતત વય્ય સાથેજીવન નો પણ સતત વ્યય થતો જય છે, હજી સુધી તો કાય હાથ લાગ્યુ નથી , આજ નહિ તો કાલ બિજા નંબરનિનાવ મા બેસવનું છે ને તો આજે હમણા કેમ નહી , નાવ મા બેસ્યા વગર કાય આરો હોય તો અલગ વાત છેપન એવું જોવા જાણવામાં આવ્યું નથી અને પહેલી નાવ નો ભરોસો પણ નથી ક્યારે અને કયા ડુંબાડિ દે .

આમ વિચારો કરત શુન્ય પાલન પુરી ની એક રચના યાદ આવે છે......


એક ઇશ્વર ને માટે મમત કેટલો,
એક શ્રધ્ધા ને માટે ધરમ કેટલાં ?

સ્વાર્થ ની તો છે ભક્તિ લીલા બધિ,,
આત્મ પૂજા વિના શુન્ય આરો નથી,,,


હે પ્રભું !!!

હે પ્રભું !!!
તું મને માલદાર બનાવી દે,,
એટલો માલદાર કે ,

કોઇના ધન વૈભવ નિ મને ઇર્ષા ન આવે
મારા ધન નું મને જરા પણ અભીમાન ના રહે

અને <<<

સમ્રૂધ્ધિ મને છિછરો ન બનાવી શકે,
હિરા માં રહેલો કોલસો ને કોલસા માં રહેલો હિરો હું જોઇ શકું

હે પ્રભુ

તુ મને એટલો માલદાર બનાવી દે જે કે જેથી
કોઇક ને જરા અમથી મદદ કરું ત્યારે,
એ મદદ નો ઢંઢેરો પીટવા જેટલો હું ગરિબ ન બનું

હરિ ૐ

સમાજ એક વિરાટ યંત્ર

બાળક જન્મે છે ત્યારે મોટા ભાગનાં માં-બાપ બાળક નું નામ ચીલા ચાલું ના હોય, એવો દુરાગ્ર્રહ રાખે છે પણ એટ્લો બાળક ના ઉછેર માં કોઇ જુદા પ્રકાર નો દ્રષ્ટીકોણ રાખતા નથી મોટે ભાગે તમામ બાળક એક ઘરેડ માં ઉછરતા હોય છે. બાળક જન્મે એટલે તંદુરસ્તી ની ચિન્તા હોય અને શાળા પ્રવેશ ની ચિન્તા હોય. બાળક ને મન પણ હોય છે , પણ એના અમુક પ્રકાર ના સંસ્કારો ને જન્મ્યુ હોય છે વાત સહેલાઇ થી ભુલાઇ જતી હોય છે મોટાં મોટામ શહેર મા તો બાળક જ્ન્મે એટ્લે એને પ્લે ગ્રુપ માં મુંકી દે. જે બે ચાર કલાક છુટ્યા જેવી ગુપ્તભાવના હોય છે. બાળક બિજા બાળકોને મળે સારી વસ્તુ છે પણ માંવડિયો થય જાય પણ સારી વસ્તુ છે, પણ છુટ્કારા નો ભાવ અંગત સ્વાર્થ માંથી જન્મ્યો હોય છે. અમુક શાળા માં પોતાનું બાળક ભણે એવો આગ્રહ રાખતા માં - બાપ પછી ભાગ્યે એનાં શિક્ષણ માં રસ લે છે . શાળા નો સંબંધ લેવા મુંકવા પુર્તો રહે છેં વળી પછિ ેવિ મહેચ્છા તો ખરી કે મારું બાળક કોઇ મહ્ત્વનું સ્થાન સીધ્ધ કરે ને તેમનું નાંમ ઉજાળે પણ મોટા ભાગ નાં બાળકો ડિગ્રિઓ મેળવી ને સામાન્ય જીવન જીવતાં હોય છે.

બહુ ોછા માં બાપ સહાસીક હોય છે કે બાળક ને જુદિ રીતે કેમ ભણાવાય તેનુ ચીંતન કર્તા હોય છે,પરંતુ કેટ્લા ટકા માણસો, મોટા ભાગ નાં નહી પણ સામાન્ય રીતે જોઇ યે તો બધા બાળકો શાળા કોલેજ માથી બહાર પડતા રેડિમેઇડ ગાર્મેન્ટ જેવા હોય છે જે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ કે સાયન્સ, આર્ટ્સ, કે કોમર્સ ના વેખ ધારી બનીને સમાજ ની એક જાત ની સંરચ નાં મા કે ઘરેડ માં ફીટ થવા જોઇએ ને જે સમાજ ના ાઆ માળખાં મા ફીટ નથી થાતા ીએ મિસ્ફીટ કહેવાય છે.પરંતુ સમાજ ાઆ નાના બાળકો પ્રત્યે પુર્તો સજાગ નથી હોતો, ને સમાજે બનાવે લા નવા પાત્ર ને સ્વીકારવા ને તૈયાર નથી હોતો.


સમાજ નુ એક વિરાટ યંત્ર છે, જેમાં આંપણે નાનાં કે મોટાં સ્ક્રૂ થૈઇ ને ફીટ થવાનું ાઅને રીતે સમાજે ઉભિ કરેલી ધન્યતા ને સ્વિકારવની છે.

આપણી મૌલિકતા

જાય છે ત્યારે ખબર પડે છે કે માત્ર વિચારો નું જ લં્બાણ હતું પરં્તુ સંકલન ટાણે સાચી વિચાર ધારા નો ખ્યાલ આવે છે,,ને સમજો ને કે એક બિજા માથિ ઉતારો, કાપલિઓ , છાપાઓ કે મહાપુરુષો ના મુલ્યવાન વચનો જ આપણિ આગવી મૌલિક શૈલી બની ગ ઇ ના હોય,આપણા બાળપણ થિ લ ઇ ને આજ સુધિ વિચરિ એ કે આમા મારી પોતાની આગવી શૈલી શું છે ત્યારે શું હાથ લાગે સામાન્ય ગણાતી પાણી પીવા જમવાનિ કે વાળ માત્ર ઓળવવાની ટેવ એ કો ઇને કોઇ ને જોઇ ને શિખેલી ઉધાર માત્ર છે..તો પછિ આ વિચારો ક્યા મારા કે આપણા પોતાના રહ્યા , એક બિજા નું જોઇ કારવી ને જીવેલુ જીવન, જાણવા ના વિચાર માત્ર કરતા કરતા પુરુ થય જાય છે અને અંત આવતા હાથ ખાલી રહી જાય છે.

રવિ,,

Tuesday, 6 January 2009

Sunday, 4 January 2009

હરિ ૐ

ૐ નમો ભગવતે આશારામાય

મારા ગુરુદેવ ને શત શત વન્દન ..

ાઆજે કાઇક ાઅજુગ્તુ લગ્તુ હતુ ને ઓનલાઇન સર્ચ કર્તા બ્લોગ તૈયાર કર્વાનિ પ્રેરણા થય ાઆવી

જય ગુરુદેવ

રવિ