Friday, 30 January 2009

NRI

દરેક ખુશી છે અહિ NRI લોકો પાસે
પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા
જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડાં નો અહેસાસ છે
પણ મા ની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબઈલ મા છે પણ
મિત્રતા માટે સમય નથી
પારકા ની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી

આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા મટે સમય નથી
દિલ ગમો થી ભરેલું
પણ રોવા માટે સમય નથી

પૈસા ની દોડ મા એવા દોડ્યા
કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનો ની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપના ની કદર નથી

તુ કહે મને
શુ થશે જિંદગી નુ
દરેક પળે મરવા વાળા ને
જિવવા માટે પણ સમય નથી ..

No comments:

Post a Comment