Monday 26 April 2010

26/4/2010

રાજા જનક : સૂતાં કોણ આંખ મીંચતું નથી ? જન્મતાં કોણ ગતિ કરતું નથી ? કોને હૃદય નથી ? કોણ વેગથી વધે છે ?
મુનિ અષ્ટાવક્ર : સૂતાં મત્સ્ય આંખ નથી મીંચતું. જન્મ્યા પછી ઇંડું ગતિ નથી કરતું. પથ્થરને હૃદય નથી હોતું. નદી વેગથી વધતી જાય છે. આધ્યાત્મિક અર્થ શ્રુતિમાં ચૈતન્ય પુરુષને મહામત્સ્યની ઉપમા આપી છે. જેમ મહામત્સ્ય નદીના બંને કિનારામાં ફરવાથી થાકી જાય છે તેમ ચૈતન્ય પુરુષ પણ જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં, આ લોક તથા પરલોકમાં, ભ્રમણ કરવાથી થાકીને સુષુપ્તિ પામે છે. પરંતુ એ સુષુપ્તિ તથા પ્રલયમાં, કાર્ય તથા કારણસમૂહની જ્યારે હલનચલનાદિ શક્તિ સંપૂર્ણ રીતે ઉપરામ પામી જાય છે ત્યારે, આ એક ચૈતન્ય પુરુષ જ જેની દૃષ્ટાપણાની શક્તિ નાશ ના પામી હોય એવા રહે છે. એ સંબંધમાં શ્રુતિ પણ કહે છે કે દૃષ્ટાની દૃષ્ટિનો લોપ થતો જ નથી, કારણ કે તે અવિનાશી છે. જો દૃષ્ટાની દૃષ્ટિનો લોપ સ્વીકારીએ તો કરેલાંનો નાશ અને નહિ કરેલાંની પ્રાપ્તિરૂપી દોષ પ્રાપ્ત થાય અને ” હું આટલો વખત સુખે સૂતો હતો ” એવું જ્ઞાન પણ અનુભવ કરનારાના અભાવમાં થાય નહિ, તેથી ચૈતન્ય પુરુષનું જ્ઞાન અખંડ છે અને તે અવિનાશી છે