Friday 30 January 2009

ઝંખના રહ્યા કરે છે.

હવે ક્યા કુકડાઓ બોલે ને વળિ સવાર પડે છે , કે ઝાલર વાગે ને સવાર પડે છે હવે તો છાપા ના બારણે અથડાવાથી અને ટ્રેઇન ની વ્હિસલ સાથે કે પછી મિલ ના ભુંગળા વાગવાનો અવાજ ને રાત પાળી ના સ્ટાફ ના છુટવા સાથે સવાર પડે છે ને અહી તો લંડન મા વળી વાતાવરણના આજ ના આહેવાલ સાથે સાથે કોફિ કે દુધ ને વળી કોર્ન ફલેક કે બ્રેડ બટર સાથે સવાર પડે છે પણ ,એ પહેલા જેવિ મજા હવે ક્યા રહિ છે, જીવન હવે ઘડિયાળ ના કાંટા માફક ફરતુ થૈઇ ગ્યુ છે , , રંજ તો માત્ર એ જ છે કે જીવન માત્ર શ્વસન ને ધબકારા મા રહીને સમય ના કાંટા સાથે ફરી ને વહી જાય છે , અનુભવ જન્ય એવિ કોઇ ચીજ કાઇ વિષેશ વધતી જણાતી નથી.
રોજ એના એ જ સવાલ સાથે દિવસ વિતે છે અને રાત નો સુરજ જવાબ લિધા વગર જ્જ આથમી જાય છે ,રાહ જોવાથી પણ કાઇ થોડુ થવાનુ છે નિર્ણય તો આપણે જ કરવા નો છે ને ,અને મન પણ જયા હોઇ એ ત્યા લાગિ જાતુ હોત તો કેવુ સારુ હતુ પરંતુ એવુ ખરેખર થતુ નથી અને જયા નથી એની ઝંખના રહ્યા કરે છે.

No comments:

Post a Comment