Thursday, 29 January 2009

વારસદાર

આ પાપ પુણ્યના વિશે કેવા અજબ વિચાર છે !
મૃત્યુ એ સ્વગૅ નકૅનું જાણે પ્રવેશદ્ધાર છે !


મૃત્યુ પછીના સુખ તણો શો કલ્પનાવિહાર છે !
જન્નત ને હૂર છે ખરાં, પણ તે જગત બહાર છે !


શ્રદ્ધા ભલે અપાર છ, શંકાય બેશુમાર છે
ઈશ્ર્વર હજી તો વિશ્ર્વમાં તર્કો અને વિચાર છે !


થાકી ગયેલ બુદ્ધિએ ઈશ્ર્વરની કલ્પના કરી
એને ગમ્યુ તે સાર બાકી બધું અસાર છે !


મારામાં જો તું વસી રહયો એ વાત સત્ય હોય તો
મારા પતનને કાજ હા, તુંયે જવાબદાર છે !


NE MATRA NE MATRA TU J MARO VARASDAR CHE !!
HE HARI HE HARI !

No comments:

Post a Comment