Thursday, 29 January 2009

કબુતરો નુ ઘુ ઘુ ઘુ,,,

કબુતરો નુ ઘુ ઘુ ઘુ,,, ઉંદર ચકલા ચું ચું ચું ,,,
છ્છુંદરો નું છું છું છું ,,,ને ભ્રમરા ગુંજે ગું ગું ગું ,,

આ કુંજ્ન મા શી કક્કાવારી ,,, હવે હું કુદરત ને પુછું છું....
કે ઘુવડ સમો ઘુઘવાટા કરતો આ માનવ બોલે હું હું હું....

સમાનતા નો સાદ પડે ત્યા ઉંચુ શુ ને નીંચુ શું
લખપતી ઓ ના લાખ નફા મા સાચુ ખોટુ કડ્વું શું ...

હરિ ભજતો એક હોલો કહે છે, પિડિતો નો પર્ભુ તું,,
પરમેશ્વરતો પહેલું પુછશે તેં કોઇ નું સુખ દુખ પુછ્યુ તું.....

ને દર્દ ભરેલી આ દુનીયા માં કોઇ નું આંસુ લુછ્યુ તું,
તેદી ગેં ગેં ફેં ફેં થૈ ને કહેશે હેં હેં હેં હેં ... શું શું શું ....

આ કબુતરો નુ ઘું ઘું ઘું......

પિયાસી

1 comment:

  1. બેકગ્રાઉન્ડ ને ફોન્ટ કલર ના 100 માંથી 100 માર્ક

    ReplyDelete