અત્યાર ના મોટા ભાગ ના માણસો ને એક જ બાબત માં રસ છે .ઓછી મહેનતે ઝાઝાબધા પૈસા કમાઇ લેવા છેજીવવા માટે જેટલું જોઇયે એન કરતા હજાર ગણું હોય તો પણ એને સંતોષ નથી. એને ચાલવા માં રસ નથી એનેદોડવા માં રસ છે એને લડવા માં રસ નથી, મોટિ છલાંગ મારવા મા પણ રસ નથી , એને ઊડવા માં રસ છે આઊડવા માટે એ કાઇ પણ કરેછે .મોટા ફ્લેટ, અનેક ગાડિ ઓ , રોજ રોજ થતી પર્ટીઓ, એક એરર્પોર્ટ થી બિજાએરપોર્ટ ને બિજા થી ત્રિજા એરપોર્ટ પર, એક એવી વિચિત્ર સમજણ થી ઉછરે છે કે જ્યા સ્વાર્થ હોય ત્યા જ સંબંધહોય . બે સફળ માણસો નથી મળતા બે સફળ ગજવા ઓ મળે છે , મોટિ મોટી બેલેન્સ શીટો મળે છે. કેટ્લા કરોડનુ ટર્ન ઓવર છે તેના આકડાઓ મળે છે. સમય હોય કે ના હોય પણ કૈ કૈ મોટી ક્લબો ના મેમ્બર છે એના મેમ્બર્સમળે છે , માણસો મળતા નથી વ્હિસ્કિ સોડા અને ડિનર મળે છે,મોટી મોટી પાર્ટીઓ મા મુખાવટા સાથે ના દંભીઅને સ્વર્થી માણસો મળે છે . કોની કેટ્લી વગ છે અને કોની કેટ્લી પહોચ છે એવિ વાતો ના ફુવારા ઉડ્યા કરીછે.કોને બાટલિ મા ઉતરવો અને કોને બાટલી મા બંધ બેસતો કરવો એની આયોજના ઓ એકત્રિત થાય છે . આમકરતાં કરતાં સમય નો માલિક નહિ , પણ સમય નો ગુલામ થ ઈ ને રહિ જાય છે. એની પાસે પોતા કે પોતાનાકુટુંબ પુરતો સમય નથી હોતો.........
માત્ર ગજવાં મા હાથ અને મોઢાં મા હાય રહી જાય છે.. ,
No comments:
Post a Comment