Tuesday 27 January 2009

ગુરુ શા માટે ?

એક ઊંટ ના બચ્ચા એ એની માતા ને પુછ્યુ કે આપડા પગ કેમ આટ્લા લાંબા છે ?
તેની માતા એ વળતા જવાબ આપતા કહ્યુ કે આપણે રણ માં ચાલવાનું હોય ને
લાંબી મુસાફરી કરવા ની હોય એટલા માંટે.
બચ્ચા એ બીજો સવાલ પુછ્યો આપણા પગ માં ગાદિ કેમ છે ?
માં એ કહ્યુ રણ માં બળબળ તી રેત પર ચાલવા નું હોય ને તે માટે
બચ્ચા એ ૩ જો સવાલ પુછ્યો આપણા પેટમા કોથળિ કેમ હોય છે ?
માં એ કહ્યુ આપણે લાંબી મુસાફરી કરવની હોય રણ માં ત્યારે તરસ ના લાગે એટ્લા માટે ?
બચ્ચા એ ફરી સવાલ પુછ્યો આપણી ડોક કેમ લામ્બી હોય છે ને હ્ઠ કેમ મોટા હોય છે ?
માં એ કહ્યુ ઊંચા ઝાડ પરથી પાંદડા ખાવા માટે ને પાણી પીવા માટે હોઠ લામ્બા હોય છે.
ત્યારે બચ્ચા એ છેલ્લો સવાલ કરતા ખુબ ઊદાસી સાથે પુછ્યુ તો આપણે આ પિંજરા મા કેમ છિએ,,,,,,,,
એ જ રીતે જેમ ઊંટ ને પોતાની સાચી ક્ષમતા નો ખ્યાલ આવ્યો ત્યારે એને અહેસાસ થયો કે હું આ પિંજરા મા શાં માટે છું. પ્રાણી તરીકી ની તેની ક્ષમતા તો પિંજરા ની બહાર નિકળવની નથી પરંતુ એક માનવિ તરીકે આપણિ ક્ષમતા ઓ આપણે ભુલી બેઠા છિએ ,,, જે આ મનુષ્ય જન્મ મળ્યો છે તેમા આપણને ચિંતન, મનન, શ્રવણ,ને નિદ્દિધયાસન કરિ ને આપણે આ મનુષ્ય જન્મ ને ક્રુતાર્થ કરી શકીએ ,, પરંતુ આ ક્ષમતા ઓ નો પહેલો અહેસાસ આપણને કોણ કરાવી શકે ,,

જે એક માત્ર વ્યક્તિ તે છે
" ગુરુ " . પરંતુ ગુરુ ને ગુરુ માન્યા પછી તેમા વ્યક્તિ ભાવ રાખવો એ પાછું ખાઇ ખોદવા જેવુ છે.

મત્ર એટલુ જ કહેવુ રહ્યુ કે મનુષ્ય માત્ર ને પોતાની ક્ષમતા નો ાઅહેસાસ કરાવે અને ધ્યેય સુધિ પહોચાડે.
એ ગુરુ

માટે કહેવુ રહ્યુ કે જીવન એ માત્ર શ્વસન બની ને ન વહી જાય કે ધબકારાઓ મા ના રહી જાય ,, એટ્લા માટે જીવન જો જીવવું જ હોય તો ગુરુ વિના જીવન શક્ય નથી ...........................

અત્યાર સુધી ના જીવન માં જો પાછળ ડોકિયું કરિ ને જોવ તો અંધકાર સિવાય કે શ્વાસો ને ધબકારા વહી ગ્યા સિવાય કાય શેષ હોય તેવુ લાગતુ નથી એ મારો સ્વાનુભવ છે..

લાગે છે હવે પછિ જીવન ની શરુઆત થાય ,,,,,,,,ને અંત મા કાઇ શેષ રહે...................................



હરિ ૐ
જય ગુરુદેવ



No comments:

Post a Comment