Saturday 31 January 2009

પ્રાર્થના

પ્રાર્થનાં - પૂજા - અર્ચનાં બધું વ્યર્થ થૈ જાય છે , કારણ કે આપણું ભિખારી મન પીછો નથી છોડતું . પ્રાર્થનાં માં માંગવા નો અર્થ છે બિજ તો વાવ્યું પણ ઝેર સીંચી દિધું , બધુ ઉલ્ટુ કરી નાખ્યું .યાચક થૈ ને પ્રાર્થના કરવી એના કરતા તો બહેતર છે કે પ્રાર્થનાં ના કરવી , ઓછામાં ઓછું બિજ તો બચિ જશે . તો વિષાકત નહિ થાય ને, બિજ મા વ્રુક્ષ ની સંભાવનાં રહેલી છે ,તે બચી જશે તો પણ જીવન ની શક્યતાઓ રહી જવા પામશે . નહિતર નહી.


તે દિવસે પ્રાર્થનાં કરવી કે જે દિવસે અહોભાવ થી પ્રાર્થના - અર્ચનાં - કે પૂજા થાય જે દિવસે અહોભાવ મન માં પ્રગટ થાય , કે આટલું આપ્યુ છે , માંગ્યા વગર આપ્યુ છે ,અકારણ આપ્યુ છે ,મુજ અપાત્ર ને મુર્ખ ને મુઢ જાણવા છતાં પણ આપ્યુ છે , યોગ્યતાં નથી છતાં પણ મારીપર વર્ષા કરી છે . જીવન આપ્યુ છે, પ્રેમ આપ્યો છે, આનંદ આપ્યો છે , આનંદ ની ક્ષમતાં આપી છે , સંવેદનાં આપી છે,સૌંદર્ય આપ્યું છે આટલું બધું વિનાં માંગ્યે તો આપ્યુ છે તો હે મારા પ્રભુ તુ ધન્ય છે તુ કરુણાવતાર છે ક્રુપાનિધાન છે, દાતાર છે

એના માટે ધન્યવાદ આપવાં જોઇયે .. એનુ નામ પ્રાર્થનાં

હરિ

No comments:

Post a Comment