Friday 6 February 2009

સમય -- કાળ

સમય -- કાળ

સમય ને હદ હોય છે ,કાળ અનહદ હોય છે. સમય એ મનુષ્ય છે . કાળ એ ભગવાન છે . સમય એ ઘડિયાળ નાં કાટા માં ઘાણીનાં બળદ ની માફક ગોળ ગોળ આંટા ફરે છે. સમય એ કેલેન્ડર નાં કેદ્ખાનાં માં પુરાએલો બંદીવાન છે .કાળ મુક્ત છે ,અને વિરાટ છે .સમય ગમે તેવો અને ગમે એટ્લો પ્રબળ કે વિશાળ હોય પણ એ વામન છે. એની વિશાળતા ભ્રમણાં છે.કાળ ને કોઇ ભ્રમણા નથી.સમય એ સુર્ય છે .ઊગે છે ને આથમે છે. કાળ એ વિરાટ આકાશ છે . અનંતકાળ થી એ ફેલાએલો છે .સમય નાં પગલાં આજે નહીતો કાલે ભૂસાઇ જશે , કાળ ને પગ કે પગલાં નો પ્રશ્ન જ નથી . આપણો જન્મ કે આપણું મરણ એ સમય નું શરીર છે શરીર વધે છે ને ઘટે છે . વિકસે છે ને છેવટે મરણ શીલ થાય છે . કાળ અજન્મા છે એટલે શરીરિ નથી . સમય નો નાશ છે અને કાળ અવિનાશ છે.

No comments:

Post a Comment