Tuesday, 17 March 2009

17/03/09

હું 'હું'પણાની બહાર વિસ્તરતો નથી,
શું એટલે હું કોઈને જડતો નથી ?

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

તારા વગરની જિંદગીની વાત છે,
લઉં શ્વાસ તો પણ લાગે કે શ્વસતો નથી.

મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
વરસો લગી, માળો છતાં બનતો નથી.

હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…

જો સાચવીને બેસું, બેસું ખાલી હાથ,
જો બેસું વાપરવા, કદી ખૂટતો નથી.

થઈ પ્રાણવાયુ ના ભળે લોહીમાં શ્વાસ,
હું જ્યારે જ્યારે શબ્દને શ્વસતો નથી.

No comments:

Post a Comment