Wednesday 22 July 2020

આંતર જ્યોત જગાવવા ના પ્રયત્નો માં ,,,,,,,,,,,,,,,,,,,

આપણા અસ્તિત્વ નો બહુ મોટો અંશ પરંપરા, ગાતાનું ગતીક્તા, વિચાર હીનતા, કુપમંડુકતા અને વ્યસનો ને કરણે બહેર મારી ગયો છે . આપણે અડધુ પડધું જીવિએ છિએ, અડધું વિચારી એ છિએ, અડધું જમિએ છિએ ,અડધું, સુઇ એ છિએ, આપાણું જીવન અડધું જ રહી જાય છે , કારણ કે આપણે કોઇ કામ ૧૦૦ ટક નથી કરતા.અડધુ વિચારિ ને કામ કરીએ છિએ જે અડધું રહિ જાય છે , જમતા જમતા ફોન કરિએ છિએ કે ટીવિ ના રિમોટ થિ ચેનલો ફેરવી એ છિએ , કાં તો છાપા ના પાનાં ઊથલાવિએ છિએ , સુવા ટાણે પણ સવાર ના કે કોઇ ક ના વિચિત્ર વિચારો કરિએ છિએ જે આપણિ ઊઘ ને ઊઘ નથિ રહેવા દેતા.આપણે ક્યારેય સહજ રીતે રહેવા નો પ્રયત્ન પણ શુધ્ધા નથી કરતાં , ને એક બિજાને જોઇ ને દેખાવ કરવા કે એના જેવું કરવા મથી એ છિએ મૌલિકતા નામ નિ વસ્તુ શુધ્ધા આપણિ અંદર રહેવા પામી નથી .આપણે સોમ થી શુક્ર સમય ના કાંટા સાથે ફરિએ છિએ અને કેવળ રવિવારે જીવવા મથીએ છિએ અને આખા અઠવાડિયા ના જાણે બચાવેલા કલાકો રવિવારે આનંદ પાંમવા માટે અલાયદા રખિએ છિએ . અને વાટ જોઇએ છિએ કે ક્યાક થી કોઇ આવે અને મારે માટે આનંદ લાવે ..સુખ લાવે . સમ્રુધ્ધિ નો સુર્ય ઉગાવે , પરંતુ આપણે આપણા અંતર માં કયારેય ડોકિયું કરતા નથિ .આમ તો બહાર ના ઘણા પ્રકાશ મા જીવીએ છિએ પરંતુ અંતર માં રહેલા સુર્ય ની આપણે ક્યા પરવા કરિએ છિએ ..



આંતર જ્યોત જગાવવા ના પ્રયત્નો માં ,,,,,,,,,,,,,,,,,,,

No comments:

Post a Comment