Wednesday, 20 January 2010

20-jan-2010

વાતોના છે વિસામા ને મીઠા છે આવકાર,
પૂછે છે પગરવો મને કોનું મકાન છે ?


“પગરવો પૂછ્યા કરે છે ઘર વીશે”…..
પણ –
“માર્ગ બોલે કંઈ નહીં અંતર વીશે” !!
મારા મકાનનું તને સરનામું આપું, લખ,

ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.
કોઈ મારા ઘર વિષે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?
ખુદના ઘરની જે ભીંત તોડી શકે,
એ જ જોડી શકે સમાજ અહીં.

અજવાશ ઘરમાં આવશે, બારી ઉઘાડ દોસ્ત,
અંધાર ઓગળી જશે, બારી ઉઘાડ દોસ્ત.
આપી જશે હવા તને ખુદની વિશાળતા,
ફૂલોની મ્હેક આપશે, બારી ઉઘાડ દોસ્ત.
તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને,
બસ શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત.
વરસાદ, મેઘધનુષ ને વાદળ,હવા, સૂરજ,
બોલાવતાં તને કશે, બારી ઊઘાડ દોસ્ત.
કેડીથી ધોરી માર્ગની તું થઈ જશે સડક,
માણસનો રાહબર થશે, બારી ઊઘાડ દોસ્ત.

મારી ડાળે વસંત બેઠી છે,
ઘરમાં બેસી તમે ગુમાવો છો.
ધરતીનો છેડો છે ઘર,
શું તું જંપે છે અંદર ?


સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરાં છો કે પાંપણમાં રહી ગયાં
ટહુકાનું વરદાન મળ્યું છે એને ક્યાંથી બાન કરું હું ?
દ્વાર ઉઘાડે તું પ્હેલાં ત્યાં હૈયું જો ખોલાઈ જશે તો ?

No comments:

Post a Comment