ખબર નહોતી લંડન મા આવા અનુભવ થશે , આજે મોરારી બાપુની રમ કથા ના ચોથા દિવસે રાત્રે ડાયરા નુ આયોજન કરવા મા આવ્યુ હતુ . ગુજરાતી લૉક સંગીત ના અગ્રગણ્ય ઍવા નામચીન કલાકારો નો સમાવેશ આમા હતો .જેમા કીર્તિદાન ગઢવી , આભેસંગ રાઠોડ, મયાભાઇ આહીર, નીરંજન પંડ્યા , હેમન્ત ચૌહાણ ,ઓસમાન મીર ,અને બીજા સંગીત ના કલાકારો નો સમાવેશ હતો . વેમ્બલી અરિના હોલ મા પ્રવેશ કરતા જે ઍક અલગ અનુભવની અનુભુતિ થતી હતી કે આ વિદેશ ના વાતાવરણ માં આવો ગુજરાતી લૉક સંગીત નો કાર્યક્રમ યોજાયો .
મોરારી બાપુ ના વચનો અને તુષાર ના આગેવાની સ્થાન હેઠળ ડાયરો શરૂ થયો નિરંજન પંડ્યા ઍ ગણેશ સ્થાપન સાથે શરૂઆત કરિ.ત્યાર બાદ ગુરુ ભક્તિ ને માતાજી ના ભજનો ગવાય.લોક સંગીત તબલા ના સાથે મંજીરા ની અને શરણાઈ ના શુર ની જણ જનાટી બોલાતી હતી . પછી હાસ્ય સાથે મર્મ ની વાતો કરતા મયભાઈ આહિરે પોતાની આગવી ભાવનગરી છટા મા હાસ્ય નો સૂર રેલાવ્યો. હાસ્ય ની સાથે જ્ઞાન ની વાતો ,કીડીને મચ્છર ના લગન સાધુ ને ચોર નો સંગ . મરણ ના પ્રસંગ ની રમૂજી વાતો સાથે આખો હૉલ ખડ ખડાટ હસતો હતો . ડાયરો હોય અને હેમન્ત ચૌહાણ ની કેમ કરીને ભુલી શકાય . કોય પણ ના હૃદય ના તાર ને હલાવી નાખતા અવાજ સાથે હૉલ જાણે ભજન ના સૂર મા ઍકા કાર થય ગ્યો ..આમ તો ગુજરાતી લૉક સાહિત્યા ખૂબ ગહન અને વિશાળ છે . પણ આપણા લૉક કવિ ઑ ની રચના ઑ કાવ્યો વગેરે ને આવા જ કલાકારો ઍ સાચવી રાખી છૅ .ખાસ કરીને ગુજરાતી લૉક સાહિત્યા માં ઍમા પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડી ધરતી નો સાદ અલગજ તારી આવે, નરસિંહ મહેતા, દાસી જીવણ ,જીવણ ભગત, દુલા કાગ, કલાપી ,સાહિત્ય ની વાત કરો તો મોઘાણી નુ નામ ટોચ ઉપર આવે. ને અગણિત ઍવી રચના ઑ છે કે જેમા તો કવિ ક રચના કરો ઍ પોતાના નામ પણ નથી લખ્યા .અને આ સમાજ ને સાહિત્ય દ્વારા જ્ઞાન, ભક્તિ નો પ્રસાદ પીરસ્યો છે . કથાના યજમાન વજુભાઈ પાણખાનિયા ઍ પણ પોતાની ગુજરાતી લૉક સંગીત પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા માટે પોતાના સૂર માં બે ત્રણ ભજનો ગાયા .. ત્યારબાદ ઑસ્માન મીરે પોતાના ઍક અલગ જ અંદાજ માં ગજલ ગાઈ ને આખા હૉલ ને રોમાંચિત કરી મૂક્યો .સમય ના અભાવ ના કારણે દરેક કલાકારો ને સીમિત સમય ની અવધી મા પોતાની કલા ને રજૂ કરવાની હતી પરંતુ જ્યા આવા પ્રોગ્રામ નો સવાલ હોય ત્યા વન્સ મૉર ના અવાજો ના પડઘા સંભળાયા વગર રહે ,ફરી ઍક વાર મિર ને ગજલ ગાવા લોકો ઍ આજીજી કરી ને ફરી ગજલો ગુંજી ઉઠી .અને લૉક લાગણી ને માન આપ્યુ . તુષાર ના સંચાલન હેઠળ ડાયરો અડધે રસ્તો કરી ચૂક્યોહતો . ડાયરો હોય ને દુહા છંદ ઍન રમજટ ના બોલ તો ઍને ડાયરો જે કહેવો રહ્યો . દુહા છંદ ના પ્રસિધ્ધ જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી નો હવે વારો હતો. કાઠિયાવાડી પડ છંદ અવાજે જ્યા રે ગઢવી ઍ દુહા ગાયા ત્યારે ઍમ લાગતુ હતુ કે અરિના હૉલ ની છત હમણા ઉપરથી યૂડી જશે .અને કોઈ કાલા રસિક ઍવો ના હાય શકે કે જે આ છ્ન્દ ને દુહા સાંભળી ને આપની મા ભોમ નુ સ્મરણ ના થાય આવે ને બને આંખ ભીંજાય નહી .હવે આભેસંગ રાઠોડે જાવેરચંદ મેઘાણી ના લૉક ગીતો ને ઍમાના માનીતા સાદ મા માઠર્યા ત્યારે ઍમ લાગતુ હતુ કે હૂ ક્યાક્ રાજકોટ ની ક સૌરાષ્ટ્ર ના કોય ગામડા મા બેઠો છુ કે શુ ? લાગતુ હતુ ક લંડન મા બેઠા બેઠા સૌરાષ્ટ્ર ની રસધાર નુ પણ કેરી રહ્યા હોઈયે . મન મૉર બની થનગાટ કરે ને અંતે , લાગ્યો કસુંબીનો રંગ ગીત દ્વારા સમજ઼ી ની અવધી ની પાર કેરી જતા 11 વાગ્યે ડયરા નુ સમાપન કરવા મા આવ્યુ . ઘણુ થાય કે જો આ કાલા ના ચાહકો અને આ કલાકારો જો ના હોત તો આ આપણી કલા ની સંસ્કૃતિ નો વારસો કોણ સાચવેત દરેક માણસ માં આ વારસો સાચવવાની ક્ષમતા નથી હોતિ.જે આ કલાકારો ઍ આ કલા ની જાળવી રાખિછે ઍમનો ખરા દિલ થી આભાર માનવો જે રહ્યો.
Wednesday, 22 July 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment